ઈડરમાં ઢોલનગારા સહિત વાજતેગાજતે દૂંદાળા દેવની સ્થાપના, ભક્તોમાં અનેરો ઉત્સાહ - ઈડરમાં ગણેશ પંડાલ
આજે ગણેશ ચતુર્થી છે (Ganesh Chaturthi 2022 ) ત્યારે ઇડરમાં લોકો ઘરે ઘરે બાપ્પાની સ્થાપના કરી હતી અને તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ઈડર શહેરમાં વિવિધ નાના મોટા ગણપતિના પંડાલમાં ( Ganesh Pandal in Ider ) વિવિધ ગણપતિની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં નાનામાં નાની મૂર્તિથી લઈ મોટામાં મોટી મૂર્તિ ( Ganesh Idol Sthapna )પણ જોવા મળી રહી છે. ત્યારે કોરોના મહામારીના બે વર્ષ પછી ભાદરવી સુદ ચોથથી શિવપાર્વતીના પુત્ર અને રિદ્ધિ સિદ્ધિના પતિ વિઘ્નહર્તા દુંદાળા દેવની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી. ઈડર વડાલી સહિત ખેડબ્રહ્મા ખાતે શેરી મહોલ્લા સહિત ઘરે ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. બે વર્ષ પછી વિઘ્નહર્તા ગણેશજી ભક્તોના ઘર આંગણે પધારતા દુંદાળા દેવને ઢોલ નગારા ડી.જે બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે ભક્તોએ ભગવાન ગણેશજીને મોતીચૂરનાં લાડુનો ખાસ ભોગ ધરાવી પોતાના ઘરે સ્થાપના કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST