Gandhinagar News: વન વિસ્તારને પુનઃજીવિત કરતા 'RECAP4NDC' પ્રોજેક્ટ સંદર્ભે MOU, ભારતના ચાર રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ - મહારાષ્ટ્ર
Published : Nov 7, 2023, 7:04 PM IST
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ખાતે ઈન્ડો જર્મન દ્વિપક્ષીય પ્રોજેક્ટ ‘RECAP4NDC'ના લોન્ચિંગ માટે MOU થયા છે. આ પ્રોજેક્ટ ગુજરાતની વન સંપદાને પુનઃજીવિત કરવા માટે અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત ‘RECAP4NDC' પ્રોજેક્ટ વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે પણ મહત્વનો છે. આ પ્રોજેક્ટ માટે ભારતના ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, દિલ્હીની પસંદગી થઈ છે. ‘RECAP4NDC' પ્રોજેક્ટમાં દેશના સમાવિષ્ટ ચાર રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ પણ થયો છે. આ પ્રસંગે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાન સિવાય ફોરેન ડેલિગેટ્સ, વન વિભાના ઉચ્ચ અધિકારીઓ, GIZ ઈન્ડિયાના વૈજ્ઞાનિકો તેમજ પર્યાવરણ વિદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈએ ‘RECAP4NDC' પ્રોજેક્ટમાં ગુજરાતની પસંદગી થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત વૈજ્ઞાનિકો અને પર્યાવરણ વિદોએ પેનલ ડિસકશન પણ કર્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમ હોટલ લીલા, ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો.