Gandhinagar kidnapping : રસ્તા પર પસાર થતી યુવતીનું અપહરણ, પોલીસ તપાસમાં એક તરફી પ્રેમ લીલા - ગાંધીનગર એક્ટીવા પર જતી યુવતીનું અપહરણ
ગાંધીનગર : પાટનગર ગાંધીનગરમાં 7 ફેબ્રુઆરીના મોડી સાંજે એક યુવકે યુવતીને રસ્તા પર રોકીને એક્ટીવા સાથે અપહરણ કરવાની ઘટના બની છે. જેને લઈને પોલીસે તાત્કાલિક ધોરણે તાપસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પહેલા યુવક અને યુવતી વચ્ચે સંબંધ હોવાનું સામે આવ્યું હતું.
શું હતો સમગ્ર મામલો : ગાંધીનગરના સેક્ટર 2 ખાતે થયેલી ઘટના બાબતે મહિલા પોલીસ સ્ટેશનના PI ઉન્નતી પટેલે જણાવ્યું હતું કે, યુવક અને યુવતી છેલ્લા છ મહિનાથી એકબીજાને પરિચિત છે. તેઓ એક ખાનગી કંપનીમાં સાથે કામ કરી રહ્યા છે, ત્યારે બંને વચ્ચે મૈત્રી થયા હતા. ત્યારબાદ બંને એકબીજા સાથે સારી રીતે રહેતા હતા. આ દરમિયાન યુવકે મહિલાને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ મહિલાએ તેની વાતનો ઇનકાર કર્યો હતો. મહિલા પોતે અગાઉ લગ્ન કરી ચૂકી છે તેવી વાત યુવકને કરી હતી. જેથી યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને રોડ પર જ યુવતીને હાથ ઉપાડ્યો અને છેડતી કરી હતી. આમ આ સમગ્ર બાબતે મહિલા પોલીસ સ્ટેશન ખાતે યુવક વિરુદ્ધ ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ શરૂ છે.
આ પણ વાંચો :Vadodara Crime : વડોદરાના પાદરામાં પરણીત યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
યુવકને યુવતી સાથે કરવા હતા લગ્ન : સેક્ટર ચાર ખાતે જાહેર રોડ પર થયેલી ઘટનામાં યુવક યુવતીને બળજબરીપૂર્વક એકટીવા પર બેસાડીને અપહરણ કરતો હોવાના દ્રશ્યો સામે આવે છે, પરંતુ પોલીસ તપાસમાં બીજું અન્ય જ નીકળ્યું છે. જ્યારે પોલીસ તપાસમાં યુવક યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતો હોવાની વાત કરી હતી, પરંતુ યુવતી પહેલેથી ન જ લગ્ન કરેલ હોવાના કારણે યુવક રોષે ભરકયો હોવાનો પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પહેલા યુવક અને પરણિતાના સારા સંબંધ :ગાંધીનગર મહિલા પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં યુવક અને મહિલા વચ્ચે છેલ્લા છથી આઠ મહિનાથી ખૂબ સારા સંબંધો રહ્યા છે. જ્યારે મહિલાએ પોતે પરિણીત હોવાનું યુવકને કહ્યું ન હોવાને કારણે મૈત્રીનો સંબંધ એક તરફી પ્રેમમાં પડ્યો હોવાને કારણે જ આ ઘટના સામે આવી છે. જ્યારે યુવકે લગ્નનું કહેતા મહિલા પોતે અગાઉ લગ્ન કરી લીધા હોવાનું જણાવતા બંને વચ્ચે સંબંધ ખરાબ થયા અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.