ગુજરાત

gujarat

ETV Bharat / videos

વાહ..! વિસનગરના ખેડૂત પ્રધાનમંત્રી એક સ્વપ્ન સાકાર કરી રહ્યા છે આ રીતે... - ગુજરાતમાં દેશી ખેતી

By

Published : May 23, 2022, 3:01 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

મહેસાણા : મહેસાણા જિલ્લાના ખેડૂતો સરકારની વિવિધ યોજનાનો લાભ લઇ ખેતીમાં મોટું (Mehsana Natural Farming) પરિવર્તન લાવી રહ્યા છે, ત્યારે આત્મા પ્રોજેકટ અંતર્ગત વિસનગરના ખેડૂત અલ્કેશ પટેલે માર્ગદર્શન અને તાલીમ મેળવી (Mehsana Chemical Farming) પ્રાકૃતિક ખેતી તરફ વળતા આજે તેઓ પ્રધાનમંત્રી એક સ્વપ્ન કે ખેડૂતોની આવક બમણી થાય તે તેમના પોતાના માટે સાર્થક સાબિત કરી રહ્યા છે. આ ખેડૂત દેશી ગાયના છાણ-મૂત્રમાંથી જીવામૃત અને ઘનજીવામૃત સહિતના પ્રાકૃતિક ખાતર બનાવી ખેતીમાં ઉપયોગ કરતા પપૈયા, ઘઉં, બાજરી સહિતના વિવિધ સિઝન પાકોનું વધુ અને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખાતરથી ઉત્પન્ન થયેલા પાકોના ભાવ પણ બમણા મળી રહ્યા છે. અલ્કેશ પટેેલના જીવનમાં પ્રાકૃતિક ખેતી થકી આવેલા પરિવર્તનો પગલે તેઓ ખેડૂતોનું એક ગ્રુપ બનાવી અન્ય ખેડૂતોને તાલીમ અને વિવિધ કૃષિ ક્ષેત્રોની મુલાકાત (Indigenous Farming in Gujarat) કરાવી યોગ્ય સમજ પ્રેરણા પુરી પાડી રહ્યા છે. અલ્કેશ પટેલની આ પ્રકારની ખેતીથી ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને વિવિધ ખેતીવિષયક સંસ્થાઓ દ્વારા સન્માન પૂરું પાડવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details