શિમલા ચંદીગઢ હાઈવે તૂટી પડતા વાહનોમાં બ્રેક જુઓ વીડિયો - Chandigarh Monsoon
સલોન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને Shimla Himachal Pradesh કારણે અનેક જગ્યાઓ પર તારાજી સર્જાઈ છે. સાંબેલાધાર વરસાદને કારણે અનેક જગ્યાઓ સંપર્ક વિહોણી બની ગઈ છે. માત્ર ગ્રામ્ય વિસ્તાર જ નહીં મહાનગરની સ્થિતિ પણ દયાજનક થઈ ગઈ છે. એવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરશોરથી શેર થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ નેશનલ હાઈવેની National Highway 205 હાલત દેખાડી રહ્યો છે. આ વીડિયોમાં તે કહે છે કે, નેશનલ હાઈવે 205ની હાલત દયાનજક થઈ ગઈ છે. રસ્તો અધવચ્ચેથી તૂટી જતા અનેક વાહનચાલકો અટવાયા છે. એટલું જ નહીં હાઈવે પરથી પસાર થતા ટ્રક પાછા ફરી રહ્યા છે. આ વીડિયો તૈયાર કરીને એક નાગરિકે વાહન વ્યવહાર પ્રધાન નીતીન ગડકરીને ટેગ કરીને પણ આ વીડિયો Viral Video પોસ્ટ કર્યો છે. જેમાં ટ્રકથી લઈને કાર જેવા વાહન પાછા ફરી રહ્યા છે. ટ્વીટર પર એક વ્યક્તિ ત્યાં સુધી કહે છે કે લોકો ટોલટેક્સ ભરે છે. કરવેરા ભરે છે પણ એનો ખોટો ઉપયોગ થાય છે અને ભરપુર ભ્રષ્ટાચાર થાય છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST