ગુજરાત

gujarat

ETV Bharat / videos

7 કરોડના ખોટા બિલના આરોપી કે.રાજેશ પર પૂર્વ સાંસદે ગંભીર આક્ષેપ કર્યા કહ્યું.. - Government Land Encroachment

By

Published : May 22, 2022, 10:17 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર કે.રાજેશ (Former Collector Surendranagar) પર પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલે (Former MP Soma Patel) ગંભીર આક્ષેપ કર્યા હતા. સરકારી જમીનના પ્લોટની ફાળવણી, 30થી વધુ સરકારી કર્મચારીઓને ગેરકાયદેસર હથિયારોના (Illegal Weapon Permission) પરવાના આપવા, 14 બિન ખેડૂતને ખેડુત ખાતેદાર બનાવવા, કુલ 3 સરકારી જમીનનું દબાણ (Government Land Encroachment) નિયમિત કરવા સહિતની બાબતોમાં કે.રાજેશે ગેરરીતિ કરી હોવાનાં ગંભીર આક્ષેપ કર્યા છે. કુલ 141 અલગ અલગ અરજીઓ કે.રાજેશ વિરૂધ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત ખાંડીયામાં ફોરેસ્ટની 900 વિઘા કરતા વધુ જમીન માત્ર રૂપિયા 1ના ટોકન ભાડે 30 વર્ષ માટે સોલાર પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીને આપીને પણ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ કર્યા હતા. 7 કરોડનાં ખોટા બિલો બનાવીને ગેરરીતિ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સીબીઆઇ દ્વારા કે.રાજેશ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકાર દ્વારા કે.રાજેશને ડિસમીસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details