ગુજરાત

gujarat

: રામ મંદિર માટે કોંગ્રેસ કોઈ સ્ટેન્ડ લે - જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયાના પ્રમુખ

ETV Bharat / videos

Ahmedabad: રામ મંદિર માટે કોંગ્રેસ કોઈ સ્ટેન્ડ લે - જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયાના પ્રમુખ - જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયા

By ETV Bharat Gujarati Team

Published : Jan 7, 2024, 5:40 PM IST

અમદાવાદ:22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે રામ મંદિર માટે કોંગ્રેસ કોઈ સ્ટેન્ડ લે તે માટે કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તાઓએ સાધુ સંતો કોંગ્રેસ કાર્યલયની બહાર ઘેરાવ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયાના પ્રમુખ હેમેન્દ્ર બાગડી પોતાની સાથે ભજન મંડળી અને સાધુ સંતો સાથે ચાલતા ચાલતા વી.એસ હોસ્પિટલ તરફથી કોંગ્રેસ કાર્યાલય નજીક પહોંચ્યા હતા. તમામ લોકો ભજન અને ચાલો અયોધ્યા જય જય સિયારામના નારા સાથે કોંગ્રેસ કાર્યાલય તરફ આવી રહ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય તરફથી પણ કાર્યકરો બહાર આવી ગયા હતા. બંને પક્ષ વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે પોલીસ વચ્ચે આવી ગઈ હતી. તેમને પણ આગળ વધતા રોકવામાં આવ્યા હતા. ભજન મંડળી સાથે આવેલા લોકોએ નારાબાજી કરતા ઘર્ષણ ના થાય તે માટે પોલીસે તમામ ઝડપથી કોર્ડન કરીને દૂર કર્યા હતા. 

હેમેન્દ્ર બાગડીએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી વિદેશી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે પોતાનું સ્ટેન્ડ નક્કી કરે. સોનિયા ગાંધી વિદેશી નારી છે અને હિન્દુ નથી. તેઓ સ્ટેન્ડ લેવામાં વિલંબ કરી રહ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ તાળા ખોલાવ્યા હતા. અત્યારના કોંગ્રેસના નેતાઓ કેમ તૈયાર નથી.કોંગ્રેસ કયારે જાહેર કરશે. કોંગ્રેસે હિન્દુઓના મત લેવા છે તો રામ મંદિર માટે કેમ સ્ટેન્ડ લેતું નથી.

યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલ સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હેમેન્દ્ર બાગડી અગાઉ પણ આવ્યા હતા. પોલીસ જ પરમિશન આપે છે. પોલીસ બંદોબસ્ત સાથે આવે છે. આ મામલે ભાજપની સાંઠગાંઠ છે. એમને પોલીસ કમલમનો ઘેરાવ કરવા પરમિશન આપશે. હવે કોઈ આ પ્રકારે વિરોધ થશે તો અમે કમલમનો ઘેરાવ કરીશું.

ABOUT THE AUTHOR

...view details