ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાની સેન્સ યોજાઈ - વિધાનસભા સીટ

By

Published : Nov 4, 2022, 6:27 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

વિધાનસભા ચૂંટણીના (assembly elections) પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ભાજપ દ્વારા વિધાનસભા સીટ માટે દાવેદારી કરતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાની વાત કરવામાં આવે તો પાંચ પૈકી હાલ વઢવાણ, ધ્રાંગધ્રા અને લીંબડી ત્રણ વિધાનસભા સીટ ભાજપ પાસે છે જ્યારે દસાડા અને ચોટીલા વિધાનસભા સીટ કોંગ્રેસ પાસે છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની તમામ પાંચ વિધાનસભા સીટ જીતવાનો ભાજપ દાવો કરી રહી છે. ત્યારે સેન્સ પ્રક્રિયામાં પણ જાણે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. વઢવાણ વિધાનસભા માટે ૨૯, ધ્રાંગધ્રા હળવદ માટે ૨૯, ચોટીલામાં ૨૧, દસાડામાં ૨૦ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. દાવેદારીમાં મોટા માથાઆેની વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રામાંથી આઇ.કે.જાડેજા, લીંબડીમાંથી કિરીટસિંહ રાણા, દસાડામાંથી પુનમભાઇ મકવાણા અને મનહરલાલ મકવાણા જ્યારે ચોટીલામાંથી શામજી ચૌહાણ, દુધઇ વડવાળા મંદિરમા મહંત રામબાલકદાસબાપુ સહીતના આગેવાનોએ દાવેદારી નોંધાવી છે. ભાજપ પક્ષ ટીકીટ કોને આપશે તે તો જોવુ રહ્યું પણ હાલ તમામ દાવેદારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે પોતાની દાવેદારી મજબુત હોવાનો દાવો કરી રહ્યાં છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપનો ગઢ ગણાતી વઢવાણ વિધાનસભા (assembly elections) માટે સૌથી વધુ અને મોટા માથાઆે દાવેદારી નોંધાવી છે ત્યારે પક્ષ કોના પર પસંદગીનો કળશ ઢોળશે તે જોવુ રહ્યું.બાઇટ-
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details