નવસારીમાં મકાનમાં બનેલા ગોડાઉનમાં આગ, ફાયરની 4 ગાડી બોલાવવી પડી - Navsari Fire Department
નવસારી શહેરની મધ્યમાં આવેલા એવા છાપરા રોડ વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો. અહીં આવેલી ગાયવાડી સોસાયટીમાં એક મકાનના ધાબા પર બનાવવામાં આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગના કારણે કોઈ જાનહાની થઈ નહતી, પરંતુ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. Fire incident at chhapra road navsari Navsari Fire Department
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST