Fire in Ved arcade Mall: અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પર વેદ આર્કેડ મોલમાં આગની ઘટના - Fire incident in Ved Akand Mall on Vastral Ring Road in Ahmedabad
Published : Sep 2, 2023, 8:03 PM IST
અમદાવાદ:અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પર વેદ આર્કેડ મોલમાં આગની ઘટના સર્જાઈ હતી. મોલના ત્રીજા માળે લાગેલ આગથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં જતા ત્રણેક કિલોમીટર દૂર સુધી દેખાયા હતા. ફાયરની ચારેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. મોલના સિનેમા હોલ સહિતની સકુંલની દુકાનો, ઓફિસમાં લોકો જીવ બચાવવા મોલથી બહાર દોડી આવ્યા હતા. લોકોમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસનો કાફલો ભીડને કાબુમાં લેવા બોલાવવામાં આવ્યો હતો. જો કે જાનહાનિની કોઈ ઘટના સામે આવી નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.
TAGGED:
વેદ આર્કેડ મોલમાં આગ