સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઇ રીક્ષામાં આગ, 20 રીક્ષા બળીને ખાખ - Statue of Unity e Rickshaw
નર્મદા જિલ્લાના એકતાનાગર કેવડીયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં(statue of unity) પ્રવાસીઓને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવા માટે ઈ-કાર અને ઈ- રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. પિંક ઈ- રિક્ષાઓ એક્ટનગરી માં 100 જેટલી ફરે છે. ગત રાત્રીના ચાર્જિંગ કરી ને ચારજિંગ પોઇન્ટ પર મુકેલી 23 રિક્ષાઓ(Fire in e rickshaw Statue of Unity) અચાનક આગ લાગી જતા 20 જેટલી ઈ-રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ છે. જોકે સદનસીબે 5 રીક્ષા બચી ગઈ અને કોઈ જાનહાની થઈ નથી પરંતુ જો આવી આગ પ્રવાસીઓ બેઠા હોય અને લાગે તો કેટલી જોખમી છે આ પિન્ક ઓટો ઇ-રીક્ષા કેવડિયા માં એક જીવતો બૉમ્બ ની માફક હજુ પણ ફરી રહી છે. ત્યારે તંત્ર ઘટના પર પડદો પાડવા કરતા ગુણવત્તા યુક્ત રીક્ષાઓ મુકવાની ફરજ પડી છે.આ પિંક રિક્ષાઓ અહીંયા એક વર્ષથી ફરે છે. આગાઉ પણ એક રીક્ષા આવીરીતે સળગી ગઈ હતી અને આજે આવી રીક્ષાઓ સળગી ગઈ છે ત્યારે આ કંપનીની રીક્ષાઓની ગુણવત્તા સામે પ્રશ્ન ઉભો થયો છે. આ રીક્ષા સ્ટેન્ડ પર 76 જેટલી રીક્ષાઓ(Statue of Unity e Rickshaw) પાર્ક કરવામાં આવે છે. અને એક પછી એક તેને ચાર્જ કરવામાં આવે છે. બીજો પોઇન્ટ સત્તામંડળ ની કચેરી ખાતે એકતા મોલ પાસે છે. ત્યારે હાલ આઘાતના બાદ એટલું ચોક્કસ કહી શકાય એ એકતા નગરમાં ગુલાબી જીવતા બોંમ્બ ફરી રહ્યા છે. જે ક્યારે પણ મોટી દુર્ઘટના(Fire in e rickshaw Statue of Unity) સર્જી શકે છે.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST