કીમ ચાર રસ્તા નજીક આવેલ ફટાકડાની દુકાનમાં આગ લાગતાં અફરા તફરી મચી
સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની હદમાં આવેલ પપ્પુ ફટાકડા અને જનરલ સ્ટોર નામની દુકાનમાં વહેલી સવારે આગની ઘટના બની (fire broke out in a firecracker shop) હતી. કોઈ કારણોસર ફટાકડા અને જનરલ સ્ટોરીની દુકાનમાં આગ લાગતાં દુકાનમાં રહેલા ફટાકડા આગની લપેટમાં આવી ગયા હતા અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક પછી એક ફટાકડા ફૂટતા લોકોમાં નાસભાગ મચી જવા પામી (fire broke out in a firecracker shop) હતી. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા સુમિલોન ફાયર અને કામરેજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી (fire fighter at fire spot) ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. આગની ઘટનામાં દુકાન માલિકને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ (cause of the fire is still under investigation) છે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST