વાપીમાં ગુજરાત ગૌરવ યાત્રાના આગમન સાથે કેન્દ્રીય પ્રધાનની જાહેરસભા યોજાશે - વાપીમાં ગુજરાત ગૌરવ યાત્રા
13મી ઓક્ટોબરે ઉનાઈથી ગૃહપ્રધાન અમિત શાહ ( Amit Shah in Vapi ) અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel in Vapi ) ની આગેવાનીમાં પ્રસ્થાન થનારી અને બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા ( Birsa Munda Adivasi Gaurav Yatra ) નું વાપીમાં ભવ્ય સ્વાગત ( BJP Gujarat Gaurav Yatra Planning ) કરવામાં આવશે. તેમજ વાપીમાં કેન્દ્રના અને કેબિનેટના પ્રધાનો જંગી જાહેર સભાને સંબોધન કરશે તેવી વિગતો નાણાંપ્રધાન કનુ દેસાઈ ( Finance Minister Kanu Desai in Vapi )એ આપી હતી. બુધવારે ઉનાઈથી કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વાપીના ગુંજન એરિયા વિસ્તારમાં કેન્દ્રના આદિજાતિ વિકાસપ્રધાન અર્જુન મુંડા ( Central Tribal Development Minister Arjun Munda), ગુજરાતના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી, ભાજપ સંગઠનના પ્રદીપસિંહ વાઘેલા, ગણપતસિંહ વસાવા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. જે તમામ વાપીમાં જંગી જાહેર સભાને સંબોધન કરશે.આ સભામાં 25000 લોકો ઉપસ્થિત રહેશે. અહીં ભાજપ સરકારના આદિવાસી ઉત્થાન માટે કરેલા કાર્યોની જાણકારી પહોંચે તે માટે બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST