ગુજરાત

gujarat

ETV Bharat / videos

ફિલ્મી ઢબે લૂંટ કરવા જતા જનતાએ મેથીપાક ચખાડ્યો - filmy style robbery in nellore district

By

Published : Aug 27, 2022, 4:11 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

આંધ્ર પ્રદેશ નેલ્લોર જિલ્લામાં ચોરોની એક ટોળકીએ IT અધિકારીઓના નામે મોટા પાયે ચોરી કરવાની યોજના (Theft in the name of IT officials) બનાવી હતી. તેઓએ લાવણ્યા જ્વેલર્સ, કાકરલાવરી સ્ટ્રીટ, નેલ્લોરમાં આ યોજના અમલમાં મૂકવાનું નક્કી કર્યું હતું. તે લોકોએ તપાસના નામે દુકાનમાં ધાડ પાડી હતી. તેઓનો ઈરાદો લગભગ 12 કિલો સોનું ઉપાડવાનો હતો. દુકાનના માલિકોને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. સોનું લૂંટવાનો પ્રયાસ કરનારાઓને સ્થાનિકોની મદદથી પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ લૂંટમાં છ લોકો (six people were involved robbery) સામેલ હતા. આ મામલે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવશે અને આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details