વાંસદામાં ભરશિયાળે વરસાદનું આગમન, ખેડૂતોને પાક નુકસાનની ભીતિ - બાગાયતી પાક
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી ( Weather Forecast in Gujarat ) સાચી ઠરી છે. વાંસદા તાલુકામાં ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ બન્યું છે. જેને પગલે નાગલી, ડાંગર અને શાકભાજીના પાકોને નુકસાનની ભીતિ છે.ચક્રવાતી તોફાન મૈન્ડ્ડસે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તબાહી મચાવી છે જેની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી છે. હવામાન વિભાગે 11 અને 12 ડીસેમ્બરે માવઠાંની આગાહી કરી હતી જે સાચી ઠરી છે. વાંસદા તાલુકામાં આજે સાંજ બાદ વાતાવરણમાં પલટો આવતા વાંસદા તાલુકાના કાવડેજ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો ( Unseasonal Rain in Vansda ) હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા હતાં મુખ્ય રસ્તા પરથી અવર-જવર કરતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં કારણ કે ભરશિયાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કમોસમી વરસાદ પડતા નાગલી. ડાંગર સહિત શાકભાજીના પાકોની ખેતી કરતા ખેડૂતોને ( Fear of Nagli Crop Damage ) નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. હજુ પણ બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે વાંસદા તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગત વર્ષે પણ કમોસમી વરસાદ થતાં ખેડૂતોનો પાક ગુણવત્તાવિહીન બનતા બજારમાં તેના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વર્ષે પણ ચીકુ અને કેરી જેવા બાગાયતી પાકમાં કમોસમી વરસાદ વિધ્ન ઊભું કરી શકે છે તો હાલ જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST