શેરડી પહોંચાડવા માટે ખેડૂતોને આવો આઈડિયા જોઈ સૌ કોઈ ચોંક્યા - Karnataka Sugarcane farmers
બાગલકોટ: કર્ણાટક રાજ્યમાં વહેતી કૃષ્ણા નદીમાં ખેડૂતોએ શેરડી ભરેલા ટ્રેક્ટરનું બોટ દ્વારા વહન કર્યું છે. ભારે વરસાદને કારણે ગુહેશ્વર ટાપુ વિસ્તાર પર બન્યો હતો. જે બાગલકોટ જિલ્લાના જામખંડી તાલુકામાં કંકણાવાડી ગામ નજીક સ્થિત છે. દર વર્ષે કૃષ્ણા નદીમાં પાણી છ મહિના સુધી સ્થિર રહે છે. આ ટાપુ વિસ્તારમાંથી ફેક્ટરી સુધી શેરડી પહોંચાડવા માટે ખેડૂતોને દર વર્ષે (Karnataka Sugarcane farmers) સંઘર્ષ કરવો પડે છે. ખેડૂતો બોટની મદદથી શેરડીનું પરિવહન કરી રહ્યા છે. ટાપુમાં લગભગ 700 એકર જમીન છે. દર વર્ષે બોટમાં જ શેરડી લોડ કરીને પરિવહન કરવું પડે છે. જો કે આટલા લાંબા સમયથી બોટમાં ટ્રેક્ટર વહન કરતા ખેડૂતો આ વખતે ઓછા પૈસામાં વધુ શેરડીનું પરિવહન કરવાનું વિચારી રહ્યા છે. આ વખતે તેઓ ઓછા પૈસામાં વધુ ટન શેરડીના પરિવહન માટે બે બોટનો ઉપયોગ કરે છે. તે પહેલા તેઓ શેરડીના પરિવહન માટે એક બોટનો ઉપયોગ કરતા હતા જે મોંઘી હતી. જોકે, ખેડૂતના આ પ્રકારના આઈડિયાની સમગ્ર કર્ણાટકમાં (Sugarcane Tracktor video) જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આવો આઈડિયા ભાગ્યે જ કોઈ વિચારી શકે છે. જોકે, ફેરી બોટ સર્વિસથી ઘણા લોકો સફર કરતા હોય છે પણ આ પ્રકારની ફેરી બોટ સર્વિસથી કોઈ લોડેડ ટ્રેક્ટર એક જગ્યાએથી બીજી જગ્યા પર જાય એ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST