ગુજરાત

gujarat

ભગવાન પણ ભૂલો પડ્યો સંગીતના તાલે પાંચમા નોરતે પાટણ ગરબામય બન્યું

ETV Bharat / videos

Navratri 2023: પાટણ રંગાઈ ગયું ગરબાના રંગમાં, પાંચમા નોરતે ખેલૈયાઓએ કરી ધમાલ - arbamayam on the fifth day of music

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 12:44 PM IST

પાટણનાં:પાર્ટી પ્લોટો ઝાકમઝોળ રોશની અને લાઈટ ડેકોરેશન તેમજ સંગીતના સથવારે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમી રહ્યા છે. પાંજરાપોળ ગ્રાઉન્ડમાં રોટરેક્ટ ક્લબ આયોજિત રણકાર ગરબા મહોત્સવમાં નોરતાની પાંચમી રાત્રે ખેલૈયાઓ ગરબાની રંગત જમાવી હતી. પાટણમા નવરાત્રી પર્વનાં ગરબાનો માહોલ ચારેતરફ રંગીન બની રહ્યો છે. જોત જોતામાં શકિતના મહાપર્વની નવલી નોરતાની ચાર રાતો પસાર થઈ જતાં યુવાન ખેલૈયાઓ બાકીની રાત્રીનો ભરપૂર આનંદ ઉઠાવવા થનગની રહ્યા છે. રોજેરોજ અવનવા ડ્રેસ અને વિવિધ આકર્ષણ સાથે ખેલૈયાઓ ગરબે ઘુમવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને યુવાન ખેલૈયાઓ અને યુવતીઓ ગામઠી ચણીયાચોળી , લાઇટીંગવાળા ડ્રેસની સાથે માથે ટોપી , પાઘડી અને કાળા ચશ્મા પહેરી ઓરકેસ્ટ્રા તાલે ગરબાની રંગત જમાવી રહ્યા છે. પાટણ પાંજરાપોળ ગ્રાઉન્ડમાં રોટરેક્ટ ક્લબ આયોજિત રણકાર ગરબામાં નોરતાની પાંચમી રાત્રે ખેલૈયાઓ મન મૂકીને ગરબે હતા . ગરબા મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ અને થનગનાટ ઉત્તરોત્તર વધી રહયો છે .  

  1. Porbandar Maniyara ras : જગ વિખ્યાત અને વર્ષો જુના મણીયારા રાસની ખાસિયત અને ઇતિહાસ વિશે જાણો...
  2. Navratri 2023: ઉત્સાહ સાથે ગરબાની રોનક જામી, ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં નહીં પરંતુ જોકર બનીને ગરબાની કરી રમઝટ

ABOUT THE AUTHOR

...view details