જય કનૈયા લાલકી ના નાદ સાથે જગત મંદિર બન્યું કૃષ્ણમય
દેવભૂમિ-દ્વારકા ભગવાન દ્વારકાધીશનો જન્મદિવસ દ્વારકાના જગત મંદિરે રંગેચંગે ઉજવાઈ હતો. ઠાકોરને જન્મદિવસના વધામણા આપવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર દ્વારકા નગરી શ્રીકૃષ્ણમય બની ગઈ છે. જેને લઈને યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે કૃષ્ણમય બની ચૂક્યું હતું. કાળિયા ઠાકોરનો જન્મ સમય રાત્રે 12 વાગે મનાવવા દૂરથી અને ગુજરાતના અલગ-અલગ ખૂણામાંથી તેમજ ભારતના અલગ-અલગ ખૂણામાંથી લોકો અહીં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. લોકોને સારી રીતે દર્શન થાય એ માટે સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે. જેથી કોઈને જાનહાનિ કે માનહાનીનું નુકસાન ન થાય. Janmashtami 2022 Dwarka Janmashtami festival 2022 festival Krishna Janmashtami Puja happy janmashtami.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST