ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારે વરસાદના કારણે સરસ્વતી ડેમ છલકાયો, જૂઓ નજારો - ગુજરાતમાં વરસાદી અપડેટ

By

Published : Aug 25, 2022, 1:52 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

પાટણ ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ ઓવર ફ્લો થયો છે. ડેમનું પાણી વ્યર્થ ન જાય તે માટે સરકાર દ્વારા ઉત્તર ગુજરાતની જમીનોમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે આ વિસ્તારોમાં આવેલા જળાશયોમાં નર્મદાના નીર વહેતા કરવામાં આવ્યા છે. ત્યારે સુજલમ સુફલામ યોજના અંતર્ગત પાટણની કમલીવાડા નહેર મારફતે સરસ્વતી જળાશયમાં 400 ક્યુસેક પાણી છોડવામાં આવતા ડેમની સપાટી 277 થઈ છે. જેને લઈને એક દરવાજો અડધો ફૂટ ખોલી 300 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. પાણીનો પ્રવાહ નદીના પટમાં ઠલવાતા સૂકી ભઠ્ઠ ભાસતી સરસ્વતી નદી પુન જીવંત થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.સિંચાઈ વિભાગના મદદનીશ ઇજનેરે જણાવ્યું હતું કે, સરસ્વતી જળાશયમાં 400ની આવક સામે નદીમાં 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નદી કાંઠે આવેલા 23 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીમાં એક મહિના સુધી સતત પાણી છોડવામાં આવશે. જેનાથી આસપાસની જમીનોમાં પાણીના સ્તર ઊંચા આવશે જેનો લાભ ખેડૂતોને મળશે. rain in Patan, Saraswati Dam Overflow august 2022, Dam overflows due to rain in Gujarat, Highest rainfall in Gujarat, Gujarat rain update
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details