આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સ્થિતિનો ચિતાર, નશામાં ધૂત શિક્ષકનો વિડીયો બહાર આવ્યો - Status of Education in Tribal Areas
બનાસકાંઠામાં દાંતા તાલુકાની જોધસર શાળા (Jodhsar School of Danta )નો વિડીયો વાયરલ થયો છે. નશામાં ધૂત દાંતા શાળાના શિક્ષક (Drunk Teacher in Danta School ) નો વિડીયો સામે આવ્યો છે તેમાં કઇ હાલતમાં શિક્ષકનો નશાનો ખુમાર છે તે સ્પષ્ટ જોવા મળે છે. ચાલુ શાળામાં વર્ગખંડમાં નશામાં ધૂત શિક્ષક બપોરના ત્રણ 3. 32 કલાકે નશાની હાલતમાં શાળાની ખુરશીમાં બેઠેલો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીના વાલીને જાણ થતાં તેઓ શાળામાં પહોંચ્યાં હતાં અને નશાખોર શિક્ષકનો વિડીયો બનાવીને વાયરલ( Video of a Drunk Teacher Goes viral ) કર્યો હતો. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ (Status of Education in Tribal Areas )નો આ તાદ્રશ્ય ચિતાર જોઇ સવાલ સઘન બની રહ્યો છે તે શું આદિવાસી વિસ્તારમાં આ રીતે સુધરશે શિક્ષણ?
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST