વડોદરાના સિંધરોટમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેકટરીમાંં વધુ 121 કરોડનું ડ્રગ્સ ઝડપાયું - seized from drug
વડોદરા જિલ્લાના સિંઘરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી કેસમાં(Drugs factory case) ફરી એક વખત તૈયાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અગાઉ ઝડપાયેલા આરોપી શૈલેષ કટારીયાના ઘરે તપાસ કરતા 121.40 કરોડની કિમતનો 24.280 કિલો જથ્થો કબ્જે કર્યો છે જે તથ્થો આ ગુનાના ફરાર આરોપી મારફતે દુબઈ મોકલવાનો હોવાનો ખુલાસો થયો છે. આ અગાઉ ભરત ચાવડા પાસેથી 1.770 કિલો કે જેની કિમંત 8.85 કરોડ થાય છે, તે કબ્જે કર્યુ હતુ. એટલે કે એક અઠવાડીયામાં બે મોટા ડ્રગ્સના જથ્થા એટીએસ ધ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. સોમવારે ATS એ કરેલી રેડમાં તૈયાર ડ્રગ્સની સાથે 100 કિલો જેટલુ કેમિકલ પણ કબ્જે કર્યુ છે. જે કેમિકલની કિમત પણ કરોડોમાં થાય છે. સાથે જ ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ કબ્જે કરી છે . એટલે કે આરોપી અન્ય એક યુનિટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનુ માની રહી છે, સાથે જ ડ્રગ્સ કેસમાં વડોદરા, મુંબઈ અને નડિયાદ બાદ દુબઈનુ નેટવર્ક ખુલ્યુ છે. સાથે જ દુબઈ થી કેટલા રૂપિયા હવાલા (Drugs case) મારફતે આવ્યા છે. તેની પણ તપાસ થઈ રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST