ગુજરાત

gujarat

Odisha Train Accident બોલાસિનોરમાં ટ્રેન અકસ્માત બાદનો વિડિયો સામે આવ્યો, જૂઓ રેસક્યૂ ઑપરેશન

ETV Bharat / videos

Odisha Train Accident: બાલાસોરમાં ટ્રેન અકસ્માત બાદનો વીડિયો સામે આવ્યો, જૂઓ રેસ્ક્યૂ ઑપરેશન - the worst railway disasters India

By

Published : Jun 3, 2023, 2:00 PM IST

Updated : Jun 3, 2023, 3:24 PM IST

બાલાસોર:શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન દુર્ઘટનામાં 280 લોકોના મોત થયા છે. 900 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની તીવ્રતા સાથે, ત્રણ ટ્રેનો કેવી રીતે અથડાઈ તે પણ સૌથી મોટી ચર્ચાનો વિષય હતો. પહેલા કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને માલગાડી ટ્રેનના એન્જિન પર ચઢી ગઈ. પછી હાવડા-બેંગલુરુ એક્સપ્રેસ તેની બોગી સાથે અથડાઈ હતી. બાલાસોરના સ્થાનિક લોકો ઈજાગ્રસ્તોની મદદ માટે આગળ આવી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા હોસ્પિટલોની બહાર કતારમાં ઉભા હતા. ભારતીય સેનાના કર્નલ એસકે દત્તાએ જણાવ્યું હતું કે, શનિવાર રાતથી બચાવ કામગીરી ચાલી રહી છે. કોલકાતાથી વધુ સેનાના જવાનો આવ્યા છે. કર્નલ એસકે દત્તાએ કહ્યું કે અમે ગઈકાલ રાતથી સતત (બચાવ કામગીરીમાં) વ્યસ્ત છીએ. કોલકાતાથી સેનાના વધુ જવાનો આવી રહ્યા છે. જ્યારે ઓડિશાના દરેક મહાનગરમાંથી એક ટુકડી રવાના કરવામાં આવી હતી. આખી રાત રેસક્યુ ઑપરેશન ચાલ્યું હતું. જોકે, વહેલી સવારે અજવાળું થતા કુલ કેટલા કોચ ખરી પડ્યા એની જાણકારી મળી હતી. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માત જીવનમાં ક્યારેય નહીં ભૂલાય. જોકે, આ ઘટનાને લીઈને દરેક રાજનેેતાઓએ પોતાની દુઃખ વ્યક્ત કરતી એક ટ્વીટ પોસ્ટ કરી હતી. આ અંગે તૃણમૂલ કોંગ્રેસના નેતા તથા પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાની ઊંડી તપાસ થવી જોઈએ. જ્યારે ઘટનાને પગલે અકસ્માત સ્થળ સુધી પહોંચેલા રેલવે પ્રધાને રેલવે વિભાગના પદાધિકારીઓને સમગ્ર રીપોર્ટ તૈયાર કરવા અને તપાસ કરવાના માટેના આદેશ આપી દીધા હતા. પોલીસ ટુકડીઓએ પણ ઘટના સ્થળે જઈને બચાવ કાર્ય કર્યું હતું. બપોર સુધીમાં જે તે ઈજાગ્રસ્ત અને મૃતકોની ઓળખ વિધિ કરવામાં આવી હતી. એ પછી એમના સ્વજનોના સંપર્ક કરવામાં આવ્યા હતા. જોકે, રેલવે વિભાગે પણ હેલ્પલાઈન નંબર જાહેર કરી દેતા મોટી રાહત થઈ છે.

 હેલ્પલાઈન નંબર 044-25330952, 044- 25330953, 044- 25354771

Last Updated : Jun 3, 2023, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details