દિકરીઓ બની શ્વાનના આતંકનો ભોગ, નાશભાગમાં કૂવામાં પડતા એકનું મોત
બેગુસરાઈઃ બિહારના બેગુસરાઈમાં ફૂલ તોડવા ગયેલી 3 છોકરીઓ પર શ્વાનના ટોળાએ હુમલો (Dog Attack On Girls) કર્યો હતો. આ ઘટના નવકોઠી પોલીસ સ્ટેશન વિસ્તારના પહાસરા ગામની છે. કહેવાય છે કે, પહાસરા ગામની 3 છોકરીઓ સોમવારની પૂજા માટે ફૂલ તોડવા ઘરેથી નીકળી હતી. આ દરમિયાન, ફૂલો તોડતી વખતે ત્રણેય પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો. ત્યારપછી પોતાનો જીવ બચાવવા માટે આ છોકરીઓ અહીં-તહીં ભાગવા લાગી અને આ દરમિયાન તેઓ કૂવામાં પડી ગઈ. કેટલાક લોકોએ બાળકીઓને કૂવામાં પડતા જોયા હતા. આ પછી સ્થાનિક લોકો તેમને બચાવવા કૂવામાં ઉતર્યા હતા. લોકોએ વાંસની સીડીઓ મૂકીને ત્રણેય કિશોરોને કૂવામાંથી બહાર કાઢી હતી. ગ્રામજનો ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે નીલમને (Girl Died After Falling Into Well) મૃત જાહેર કરી. પહાસરા નિવાસી સંતોષ તંતી (15)ની પુત્રી નીલમ કુમારીનું અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે, વિભા તંતીની પુત્રી રીટા (12) અને જોગો તંતીનો પુત્ર રામપ્રીત (12)ની હાલત નાજુક છે. સોમવારે વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે ગામમાં ગમગીની છવાઈ ગઈ છે અને પરિવારજનોની હાલત કફોડી બની ગઈ છે. ઘટનાની માહિતી મળતાં જ નવકોઠી પોલીસ સ્ટેશને પહોંચી તપાસ શરૂ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST