અગ્નિવીરની ભરતી માટે આવેલા યુવકનું ટ્રેનની અડફેટે થયું મોત, જૂઓ વીડિયો - મહારાષ્ટ્રના તાજા સમાચાર
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના થાણેમાં ગુરુવારે સવારે એક 20 વર્ષીય યુવકનું ટ્રેનની અડફેટે મોત (A youth died after hit by a high-speed train) થયું હતું. પોલીસે માહિતી આપી હતી કે, તે કેન્દ્ર સરકારની સેનામાં ભરતી સંબંધિત 'અગ્નિપથ' યોજના (Agneepath scheme) હેઠળ નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યુ આપવા માટે અહીં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, સવારે 11 વાગ્યાની આસપાસ મુંબ્રા રેલવે સ્ટેશન પર અકસ્માત થયો હતો. થાણે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના રહેવાસી રામેશ્વર દેવરા 'અગ્નિવીર'ની ભરતી માટે ઈન્ટરવ્યુ આપવા માટે મુંબ્રા આવ્યા હતા. અધિકારીએ કોઈ વિગતો આપ્યા વિના કહ્યું કે, દેવરાને એક ઝડપથી આવતી ટ્રેને ટક્કર મારી હતી. તેને થાણેની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST