શિવરાજપુર બીચ પર પેરાગ્લાઇડિંગ વખતે યુવક ખાબક્યો, દ્રશ્ય થયું કેમેરામાં કેદ - પર્યટન સ્થળ
Published : Nov 24, 2023, 6:42 PM IST
દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે ટુરિઝમના નામ પર ખતરનાક દ્રશ્ય સામે આવ્યું હતું. એક યુવાન પેરાગ્લાઇડિંગ કરતા શિવરાજપુર બીચ ખાતે ઇજાગ્રસ્ત થયો હતો. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર શિવરાજપુર બીચ પર દુર્ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. જોકે શિવરાજપુર બીચને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે પેરાગ્લાઇડિંગ કરતી વખતે યુવક એકાએક નીચે ખાબક્યો હતો જેના કારણે આ યુવકને ઇજાઓ થઈ છે. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવકની હાલત સ્થિર હોવાનું ડોક્ટર્સ જણાવી રહ્યા છે. આમ દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ ફરીથી ચર્ચામાં આવ્યો છે.