Kheda News: ખેડામાં વીજ કરંટ લાગતાં દેરાણી-જેઠાણીના મોત, પરિવાર દુઃખમાં - village family is in grief
Published : Sep 30, 2023, 10:18 AM IST
ખેડા: જિલ્લાના કઠલાલ તાલુકાના ઘોઘાવાડાના રઘુનાથપુરામાં એક જ પરિવારની બે પુત્રવધુને વીજ કરંટ લાગતા બંનેના મોત નિપજ્યા હતા. ઘરની છત પર કપડાં સૂકવવા ગયેલી મહિલા વીજ વાયરને અડકી જતાં કરંટ લાગ્યો હતો.જેને બચાવવા જતાં બીજી મહિલાને પણ કરંટ લાગતાં બંનેના મોત થયા હતા. કરૂણ ઘટનાને પગલે પરિવારજનો સહિત ગ્રામજનોમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી. બંને મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબ દ્વારા બંને મહિલાઓને મૃત જાહેર કરવામાં આવી હતી. કઠલાલની સરકારી હોસ્પિટલ ખાતે બંને મહિલાઓના મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. જે બાદ અંતિમવિધિ માટે મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. કરૂણ ઘટનાને પગલે ભારે પરિવારજનો સહિત ગ્રામજનોમાં ભારે ગમગીન માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. તાલુકા આરોગ્ય અધિકારી આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારી ડો.સૌરભ શાહે જણાવ્યુ હતું કે બંને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ મૃતદેહ પરિજનોને અંતિમવિધિ માટે સોંપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો જાણવા મળશે.