સિસોદિયાએ કહ્યું, માત્ર વાયદા નથી કરતા કામ પણ કરીને બતાવીએ છીએ - manish sisodias visit diyodar
વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે.(manish sisodias visit diyodar )આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતમાં જંગ જામશે ત્યારે, દરેક પક્ષના ટોચના નેતાઓ હવે ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે. અને દરેક શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં સભા અને રેલીયો યોજી પોતાના પક્ષને જીત અપાવવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીના બનાસકાંઠાના ઉમેદવારોના પ્રચાર અર્થે રવિવારે દિયોદર ડીસા(deesa) અને લાખણી તાલુકા ની મુલાકાત લીધી હતી . જેમાં તેઓએ દિયોદરના ગોઢા ગામે રેલી અને જાહેર સભાને સંબોધી હતીત્યારબાદ ડીસામાં રોડ શો કર્યો હતો.ડીસા માં ફુવારા સર્કલ થી લેખરાજ ચારરસ્તા અને ગાંધીચોક સુધી યોજાયેલ રોડ શો માં મોટી સંખ્યામાં લોકો અને આપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાએ ડીસાની ટેટોડા રાજારામ ગૌશાળાની મુલાકાત લઇ ગૌસેવકોની સરકાર સામે ચાલી રહેલી લડતને સમર્થન આપ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST