સફારી પાર્કમાં એક સાથે પાંચ દીપડાઓની શાહી લટાર - Devadiya Safari Park
જૂનાગઢ દેવળિયા સફારી પાર્કમાં એક સાથે પાંચ (Devadiya Safari Park leopards) દીપડા ચાલતા હોય તેવો વિડીયો કેમેરામાં કેદ થયો છે, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારને આ વિડીયો કેમેરામાં કેદ કરવાની ક્ષણ પ્રાપ્ત થઈ હતી. આ વિડીયો દેવળિયા સફારી પાર્કમાં ખાસ દીપડા માટે બનાવવામાં (Devadiya Safari Park) આવેલા પાંજરાનો છે. અહીં બીમાર અશક્ત અને માનવ શિકાર જેવા કિસ્સામાં પકડાયેલા અને ફરી પાછા ક્યારેય ખુલ્લા જંગલ વિસ્તારમાં મુક્ત નહીં થનાર દીપડાઓને રાખવામાં આવે છે. દીપડો ખુબ શરમાળ અને સાતીર પ્રાણી છે. આ પ્રકારે એક સાથે તેઓ ખૂબ ભાગ્યે જ જોવા મળતા હોય છે, ત્યારે એક સાથે પાંચ દીપડાને કેમેરામાં કેદ કરવાની અદભૂત ક્ષણ વાઇલ્ડ (Junagadh leopards) લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારને પ્રાપ્ત થઈ હતી. તેમનો આ અનુભવ તેમણે ETV Bharat સાથે શેર કર્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST