નવસારી જીલ્લામાં ગાઢ ધુમ્મસ સર્જાતા વાતાવરણ બન્યું અહલાદક - નવસારીમાં ગાઢ ધુમ્મસ
નવસારી : દક્ષિણ ગુજરાતમાં હાલમાં બદલાયેલા વાતાવરણમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ કર્યો છે, ત્યારે શિયાળાની શરૂઆત થતાં પણ ઠંડીનું પ્રમાણ નહીવત જોવા મળ્યું હતું, પરંતુ ડિસેમ્બર મહિનાના છેલ્લા વીકમાં ઠંડીનો ચમકારો સાઉથ ગુજરાતમાં જોવા મળ્યો છે. નવસારીમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો અંદાજિત 10 ડિગ્રી નોંધાયો છે. ત્યારે સવારથી જ નવસારી જિલ્લામાં ગાઢ ધુમ્મસનો (Dense fog in Navsari district) ઘેરાવો થયો છે. ગાઢ ધુમ્મસને કારણે ગણદેવી સ્ટેટ હાઇવે પર ઝીરો વિઝિબિલિટી થતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડતા અને અકસ્માત ના સર્જાય તે માટે તેઓ ફોગ લેમ્પ તેમજ પાર્કિંગ લાઈટના સહારે વાહન ચલાવવા માટે મજબૂર બન્યા હતા. વાહનની ગતિને સામાન્ય રાખી પોતાના ગંતવ્ય સ્થાન તરફ જતા જોવા મળ્યા હતા. બીજી તરફ ગાઢ ધુમ્મસ સર્જાતા વાતાવરણ પણ અહલાદક બન્યું હતું. (fog in Navsari district)
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST