ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોરવામાં કાર્યવાહીનો મોરચો ખુદ મેયરે સંભાળ્યો - Mayor Kayber Rokhdia

By

Published : Jul 20, 2022, 10:03 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ઠેરઠેર દબાણો (Encroachment in Vadodara) જોવા મળી રહ્યા છે. આ દબાણો દૂર કરવા માટે સમયાંતરે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા મેગા દબાણ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. એમાંય છેલ્લા કેટલાક કિસ્સામાં મેયર કેયબર રોકડીયા (Mayor Kayber Rokhdia )જાતે જ દબાણ શાખાની ટિમ સાથે હાજર રહીને દબાણો દૂર કરાવે વડોદરા શહેરના ગોરવા કેનાલથી ઉન્ડેરા તરફ જવાના માર્ગ પર લારીગલ્લા તેમજ કાચા પાકા દબાણો મેયરની ઉપસ્થિતિમાં દૂર કરવામાં આવ્યા હતાં. વહીવટી તેમજ ઇલેક્શન વોર્ડ 8માં સમાવિષ્ટ આ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. શહેરના ગોરવા વિસ્તારમાં ગંગા નગર કેનાલથી ઉડેરા તરફ જવાના માર્ગ પર મુખ્ય માર્ગને અડીને અનેક કાચાપાકા દબાણો લાંબા સમયથી ઉભા થયા હતાં.એમાંય ખાસ કરીને નોનવેજનું વેચાણ કરતા તંબુઓની (Tents selling nonveg)સંખ્યા વધી હતી. મેયરના વિસ્તારમાં આ દબાણોને કારણે પારાવાર ગંદકી થતી હતી જ્યારે કેટલાક વિસ્તારમાં અસામાજીક પ્રવૃત્તિઓને પણ વેગ મળ્યો હતો. દબાણો અંગે તેઓને ફરિયાદ મળતા આજે દબાણો દૂર કરવાનું મેજર ઓપરેશન હાથ (demolition in gorwa in vadodara)ધરવામાં આવ્યું હતું. આ કામગીરી હેઠળ અસંખ્ય લારીગલ્લાઓ તેમજ માંસ વેંચતા પથારાઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details