Somnath Mahadev: શ્રાવણીયા સોમવારે સોમનાથ મહાદેવને કરાયો પવિત્રા બારસનો શણગાર
Published : Aug 29, 2023, 6:49 AM IST
|Updated : Aug 29, 2023, 1:24 PM IST
સોમનાથ: શ્રાવણ મહિનાનો સોમવાર અને પવિત્રા બારસ પ્રસંગે દેવાધિદેવ સોમનાથ મહાદેવને પવિત્રા શણગાર કરવામાં આવ્યો હતો. 40 હજારની આસપાસ શિવ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા. દિવસ દરમિયાન સોમેશ્વર મહાપુજા ધ્વજા પૂજા રૂદ્રાભિષેક સહિત મહા મૃત્યુંજય યજ્ઞનું પણ મંદિર પરિસરમાં આયોજન થયું હતું. જેમાં પણ મોટી સંખ્યામાં શિવ ભક્તો હાજર રહ્યા હતા. 40 હજારની આસપાસ શિવ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા. 48 સોમેશ્વર મહાપૂજા 41 નૂતન ધ્વજા પૂજા 740 રૂદ્રાભિષેક અને મહા મૃત્યુંજય યજ્ઞમાં 682 જેટલા પરિવારોએ યજ્ઞમાં 15 હજાર જેટલી આહુતિ આપીને શ્રાવણીયો સોમવાર અને પવિત્રા બારસની ધાર્મિક ઉજવણી કરી હતી. પવિત્રા શણગાર શિવ ભક્તો માટે શ્રાવણ મહિનામાં શિવ પ્રત્યે ધર્મનો અહોભાવ વ્યક્ત કરવાની સાથે મહાદેવ સાથે ખૂબ ગાઢ સંબંધો પ્રસ્થાપિત કરવાના એક માર્ગ તરીકે પણ પવિત્ર શણગારથી મહાદેવની શિવલિંગને સુશોભિત કરવામાં આવે છે.