ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખુશી માતમમાં ફેરવાઈ, 60 વર્ષની મહિલા ડાન્સ કરતા સ્ટેજ પર જ ઢળી પડી - नाचते नाचते धड़ाम से गिरी महिला

By

Published : Dec 16, 2022, 4:09 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

મધ્યપ્રદેશના સિવની જિલ્લાના બખારી ગામમાં બુધવારે રાત્રે લગ્ન સમારંભમાં સંગીતના કાર્યક્રમ દરમિયાન કેટલીક મહિલાઓ સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી, આ દરમિયાન એક 60 વર્ષની મહિલા ડાન્સ કરતી વખતે સ્ટેજ પર ધળી પડી હતી. (woman died due to heart attack while dancing) જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું ત્યારબાદ ખુશી શોકમાં બદલાઈ ગઈ. બાખરી ગામમાં રહેતી સાહુ સમાજમાં લગ્નની તમામ વિધિઓ કાયદા મુજબ ચાલી રહી હતી, તમામ સગા-સંબંધીઓમાં ખુશીનો માહોલ હતો. રાત્રે પરિવાર દ્વારા હળદરની વિધિ અને સંગીતનો કાર્યક્રમ ચાલતો હતો, જેમાં સૌએ સમૂહમાં નાચગાન કરી ઉજવણી કરી હતી. દરમિયાન પરિવારના સભ્યોએ કન્યાના દાદાની ચાર બહેનોને સ્ટેજ પર ડાન્સ કરવા માટે આમંત્રિત કર્યા હતા અને ચારેય બહેનો તેમના ભાઈની પૌત્રીના લગ્નમાં સામેલ થઈને સ્ટેજ પર ખુશી ફેલાવી રહી હતી, પરંતુ મૃત્યુ ક્યારે અને કેવા સ્વરૂપમાં આવશે તે કોઈ જાણતું ન હતું. ચારેય બહેનો ગીતની ધૂન પર નૃત્ય કરી રહી હતી અને પરિવારજનો-સબંધીઓ તેમના નૃત્યનો આનંદ માણી રહ્યા હતા અને ગીતની ધૂન પૂરી થતાં જ ભીમગઢની રહેવાસી એક બહેન યશોદા સાહુને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે સ્ટેજ પર જ ફંગોળાઈ ગઈ હતી. આ ઘટના બાદ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડાન્સ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. (Death On Dance Floor)
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details