વસરાવી ગામની સીમમાંથી મળી આવ્યો મૃત દીપડો, વન વિભાગની ટીમ થઈ દોડતી - દીપડાની પ્રાથમિક તપાસમાં કોઈ ઇજાના નહીં
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વસરાવી ગામની સીમમાંથી અંદાજિત ત્રણથી ચાર વર્ષનો મૃત હાલતમાં દીપડો મળી આવતા વન વિભાગની ટીમ દોડતી થઈ હતી. દીપડાનું કુદરતી મૃત્યુ થયાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે. માંગરોળ તાલુકાના વસરાવી ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી બેભાન હાલતમાં એક દીપડો નજરે પડતા ખેડૂત દ્વારા તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરી હતી. વન વિભાગની ટીમે આવી દીપડાની તપાસ કરતા દીપડાનું મૃત્યુ થયું હોવાનું માલૂમ પડ્યું હતું. દીપડાની ઉમર અંદાજિત ત્રણથી ચાર વર્ષ હોવાનું અનુમાન છે. દીપડાની પ્રાથમિક તપાસ કરતા કોઈપણ પ્રકારના ઇજાના નિશાન મળી આવ્યા ન હતા. જેથી કુદરતી મોત થયાનું અનુમાન લાગી થયું છે, ત્યારે હાલ વન વિભાગની ટીમે મૃત દીપડાનો કબજો લઈ PM માટે લઈ જવામાં આવ્યો છે. Mangarol Taluka of Surat District Mangarol taluka Surat Dead panther found in Vasravi village Preliminary examination panther no injuries
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST