ગુજરાત

gujarat

ડી બી પિક્ચર્સ લાવી રહ્યું છે મિસ્ટ્રી અને સસ્પેન્સ સાથેની ફિલ્મ "ચૂપ"

ETV Bharat / videos

મિસ્ટ્રી અને સસ્પેન્સ સાથેની ફિલ્મ "ચૂપ"નું શૂટિંગ શરુ થયું - હિતેનકુમાર

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 12:31 PM IST

અમદાવાદઃ પહેલા એવું કહેવાતું કે ગુજરાતી ફિલ્મો માત્ર કૉમેડી હોય તો જ ચાલે પણ હવે સમય સાથે દર્શકોની રૂચિ પણ બદલાઈ છે અને ખાસ તો ઓટીટી આવ્યા બાદ પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મોમાં પણ હવે બદલાવ માંગી રહ્યા છે તો સામે ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકો પણ પ્રેક્ષકોનું મનોરંજન નવા વિષયો સાથે કરાવવા સજ્જ છે. ગુજરાતી અર્બન ફિલ્મોની શ્રેણીમાં વધુ એક ધમાકેદાર અને મનોરંજક ફિલ્મ ઉમેરાશે.  ડી બી પિક્ચર્સ લાવી રહ્યું છે મિસ્ટ્રી અને સસ્પેન્સ સાથેની ફિલ્મ "ચૂપ".  આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. સુપર સ્ટાર હિતેન કુમાર. ગુજરાતી ફિલ્મ "ચૂપ"નું મુહૂર્ત અમદાવાદ ખાતે થયું. જેનું નિર્માણ ડી બી પિક્ચર્સ દ્વારા થઈ રહ્યું છે અને દિગ્દર્શનની જવાબદારી સંભાળી રહ્યા છે નિશિથકુમાર બ્રહ્મભટ્ટ કે જેઓ અગાઉ 3 ડોબા, ચાર ફેરાનું ચકડોળ અને કહી દે ને પ્રેમ છે જેવી સફળ ફિલ્મો આપી ચૂક્યા છે. ફિલ્મમાં મહત્વના પાત્રમાં સુપર સ્ટાર હિતેન કુમાર સાથે મોરલી પટેલ, આકાશ પંડ્યા, હીના વાર્ડે, હેમાંગ દવે, વિકી શાહ, પૂજા દોશી, ધ્વનિ રાજપૂત અને હેમીન ત્રિવેદી પણ જોવા મળશે. ફિલ્મમાં ડીઓપીની કમાન સંભાળી છે બીભૂ દાસે. જેઓ ઘણી બધી બોલીવુડ ફિલ્મો સાથે સંકળાયેલા છે. ફિલ્મનું સંપૂર્ણ શુટિંગ અમદાવાદના અલગ અલગ સ્થળો પર થશે.

  1. Bhed Movie : સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ ભેદનું પોસ્ટર અને ટીઝર થયું રિલીઝ
  2. Gujarati Film Vash: ગુજરાતી 'વશ' હવે હિન્દીમાં બનશે, ફિલ્મમાં આ સ્ટાર કલાકાર કરશે કામ

ABOUT THE AUTHOR

...view details