ગુજરાત

gujarat

ETV Bharat / videos

Viral Video: રમતા રમતા 7 વર્ષનો છોકરો કૂવામાં ખાબક્યો, પાડોશી બન્યા દેવદૂત - दोस्त की सूझबूझ से बची 7 साल के बच्चे की जान

By

Published : Dec 21, 2022, 8:11 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

મધ્ય પ્રદેશના દમોહમાં રમતા રમતા 7 વર્ષનો છોકરો (Madhya Pradesh Damoh Viral Video)કૂવામાં પડી ગયો, રાહતની વાત એ છે કે મિત્રની સમજણથી તેનો જીવ બચી ગયો. હાલમાં બાળક કૂવામાં પડીને તેને બહાર કાઢતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે, જેને રામ રાખે એને કોણ ચાખે. સિવિલ વોર્ડમાં રહેતા પવન જૈનના કૂવામાં (BOY FELL INTO WELL WHILE PLAYING) બાળક પડી ગયું હતું, મંગળવારે બપોરે પરિવારજનોની તત્પરતા અને બાળક સાથે રમતા તેના એક મિત્રની સમજને કારણે બાળકનો જીવ બચી ગયો હતો. હાલમાં આ કેસનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. 7 વર્ષીય અર્ણવ જૈન અને તેનો મિત્ર સંયમ જૈન નજીકના ઘરમાં રમી રહ્યા હતા, રમતા રમતા અચાનક અર્ણવ જૈન કુવામાં લગાવેલી જાળી પર ચડી ગયો હતો, જ્યાં જાળી ખૂલતાની સાથે જ તે કૂવામાં પડી ગયો હતો. રાહતની વાત એ હતી કે અર્ણવનો મિત્ર સંયમ તરત જ કૂવા પાસે પહોંચ્યો અને તેના મિત્રને બોલાવીને કહ્યું, 'તું પાઈપને જોરથી પકડી રાખજે.' અર્ણવે પાઈપ પકડતાની સાથે જ સંયમે પરિવારના સભ્યોને બોલાવ્યા. પાડોશીના પ્રયાસથી બાળક બચી ગયો હતો. (VIRAL VIDEO Madhya Pradesh)
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details