ખેડુતથી લઈને ખેલૈયાઓના ખેલ પર ભય, વરસાદી ઝાપટા ! - વાંસદામાં વરસાદ
નવસારી જિલ્લાના વરસાદી માહોલ જામતા પાકમાં નુકસાનની (rain in Navsari Navratri) ભીતિ છવાઈ છે. તો બીજી તરફ નવરાત્રીનો માહોલ હોયને ખેલૈયા અને આયોજનમાં પણ ચિંતાનું મોજું ફેલાયું છે. જિલ્લામાં સિઝનનો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો હોય તેમ છતાં મેઘરાજાની મહેર યથાવત જોવા મળી રહી છે. સતત ચાર દિવસથી છૂટો છવાયો વરસાદ (Rain in Navsari) જિલ્લામાં વરસી રહ્યો છે. વાંસદા તાલુકામાં સમગ્ર દિવસ વાદળ છાયું વાતાવરણ હતું, ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાંસદા તેમજ આજુબાજુના ગામો ખડકાલા સર્કલ ઉપસળ સહિત અન્ય ગામોમાં વરસાદે એન્ટ્રી કરી છે. એક તરફ નવરાત્રીનો તહેવાર છે ત્યારે આ પ્રકારનો માહોલ સર્જાતા (Navsari Navratri) ખેલૈયા અને આયોજકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. બીજી તરફ ડાંગર અને શેરડી પકવતા ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ સર્જાઈ. (rain in Vansda)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST