Cyclone Biparjoy: મુળદ્વારકા ગામના દરિયા કિનારે દરિયો તોફાને, માછીમારોના પરિવારોને ભારે નુકસાન - માછીમારોના પરિવારોને ભારે નુકસાન
ગીર સોમનાથ:જિલ્લાના મુળદ્વારકા ગામમાં દરિયાના ભારે મોજા જોવા મળ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી મુળદ્વારકા ગામમાં આવેલા દરિયાના કિનારે આવી જ સ્થિતિ છે. ગામમાં મોટાભાગે માછીમારો વસવાટ કરે છે. હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળતો હોવાથી માછીમારોને પણ હાલાકી ભોગાવાવનો વારો આવ્યો છે. માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. સમુદ્રની લહેરોમાં અત્યાર સુધીમાં 6 જેટલા મકાનો પણ ધરાશાયી થયા છે. આજે પણ વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને સાથે સમુદ્રના મોજા ઉંચા ઉછાળી રહ્યા છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ :અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.
- Cyclone Biparjoy : વાવાઝોડાને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસની તૈયારી, જરૂર પડે અન્ડર બ્રિજ થશે બંધ
- Cyclone Biparjoy : વડોદરામાં ડાક કર્મયોગી કાર્યક્રમમાં સંચાર પ્રધાને વાવાઝોડાને લઈને મહત્વનું નિવેદન આપ્યું
- Cyclone Biparjoy : વાવાઝોડાના પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં 1521 શેલ્ટર હોમ્સ તૈયાર, હજારો લોકોનું સ્થળાંતર