Cyclone Biparjoy: કંડલામાં પોલીસની પ્રશંસનીય કામગીરી, 102 વર્ષના દિવ્યાંગ વૃદ્ધાને સ્થળાંતરણમાં કરી મદદ
કચ્છ:વહીવટી તંત્ર દ્વારા સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે દરિયાઈ વિસ્તારના લોકોના જાન-માલની સલામતી માટે જુદાં જુદાં શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને દરીયા કાંઠા વિસ્તારના ગામોના તેમજ કંડલા પોર્ટ પર મજૂરી કરતા લોકોને કોઈ પણ જાતની ખુંવારી ન થાય તે માટે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનો આપવામાં આવતા છે. તો બસ મારફતે તેમને સલામત સ્થળે ખસેડવામાં પણ આવી રહ્યા છે. ત્યારે સ્થળાંતરની પ્રક્રિયા દરમિયાન કંડલામાં પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. જેમાં 102 વર્ષના દિવ્યાંગ વૃદ્ધા અને તેના 65 વર્ષના પુત્રને શેલ્ટર હોમમાં ખસેડાયા હતા. તેમને ગઈકાલથી સ્થળાંતરણમાં કોઈ મદદ ન મળતા આજે પોલીસે તેમની મદદ કરી હતી.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ :અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.