ગુજરાત

gujarat

ચક્રવાત બિપરજોયનો ખતરો

ETV Bharat / videos

Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોય પોરબંદરથી 310 કિમી દૂર, 15 જૂનના રોજ રાત્રે કચ્છના જખૌ પાસે ટકરાવવાની સંભાવના - કચ્છમાં કલમ 144 લાગુ

By

Published : Jun 12, 2023, 10:18 PM IST

Updated : Jun 15, 2023, 6:21 PM IST

ગાંધીનગર: અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોય પોતાની રફતારથી આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડું જખૌથી 560 કિમી દૂર છે. તેમજ પોરબંદરથી 330 કિમી અને દ્વારકાથી 385 કિમી દરિયામાં વાવાઝોડું સ્થિર છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. 

ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ: હાલ બિપરજોય વાવાઝોડાની સ્પીડ 140 કિમી પ્રતિકલાકની છે. બિપોરજોય વાવાઝોડું દર કલાકે 8 થી 10 કિમી આગળ વધી રહ્યું છે. 15 જૂનની રાત્રે જખૌ પાસે વાવાઝોડું ટકરાઈ શકે છે. દરિયામાં 10 મીટર જેટલા ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે ત્રાટકી શકે છે જેને પગલે વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના ત્રણ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે. માછીમારીનો 4 દિવસ દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ :અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.

  1. Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયને લઈને શું છે કચ્છની પરિસ્થિતિ, જુઓ ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ
  2. Cyclone Biparjoy : ગુજરાતમાં વાવાઝોડાને લઈને 80થી વધુ ટ્રેનો રદ, માત્ર અમુક ટ્રેનો જ દોડશે ધીમી ગતિએ
  3. Cyclones in Gujarat : ગુજરાત પર આવેલા વાવાઝોડાંની વિનાશલીલા, બિપરજોય વાવાઝોડું કેવું નીવડશે?
Last Updated : Jun 15, 2023, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details