ગુજરાત

gujarat

Cyclone biparjoy landfall impact trees uprooted from various places in Gujarat

ETV Bharat / videos

Cyclone Biparjoy Landfall Impact: કચ્છમાં ભારે વરસાદથી તારાજી, માંડવી અને આસપાસના વિસ્તારમાં ઠેર ઠેર પાણી - t trees uprooted from various places in Gujarat

By

Published : Jun 16, 2023, 12:08 PM IST

કચ્છ: કચ્છમાં બિપરજોય અસરને કારણે ભારે વરસાદ થતા અનેક વિસ્તારોને અસર થઇ હતી. ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં છે. દૂધ, ન્યૂઝ પેપર જેવી રોંજિંદી ચીજ-વસ્તુઓ પર ભારે અસર વર્તાઇ રહી છે. માંડવી, નલિયા, નારાયણ સરોવર, જખૌ બંદર, મુન્દ્રા અને ગાંધીધામ સહિતના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ છે, જેને લઇને લોકોની ઉપાધિમાં વધારો થયો છે. જોકે, સદનસીબે હજી જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી. રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, સાઇક્લોનની આંખ પાકિસ્તાન તરફ ટચ થવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

જળબંબાકારની સ્થિતિ: અબડાસા તાલુકાનું કોઠારા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કોઠારા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યોમાં બોલેરો ગાડી પણ અડધી ડૂબી ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. વિસ્તારમાં આવેલી દરેક જગ્યાઓ પર નદીઓ જેવો માહોલ સર્જાયો હતો. ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાયા હતા.

Cyclone Biparjoy Landfall Impact: વાવાઝોડાનો માર, વૃક્ષો જમીનદોસ્ત અને અનેક વિસ્તારમાં અંધારપટ

Cyclone Biparjoy Landfall: વાવાઝોડા-વરસાદને પગલે અનેક સ્કૂલ બંધ, ધંધા-રોજીરોટી પર માઠી

ABOUT THE AUTHOR

...view details