ગુજરાત

gujarat

ભારે વરસાદથી તારાજી

ETV Bharat / videos

Cyclone Biparjoy Landfall Impact: કચ્છમાં ભારે વરસાદથી તારાજી, ભુજ નલિયા માર્ગ પર 100થી પણ વધુ વૃક્ષો ધરાશાયી - ભુજ નલિયા માર્ગ પર 100થી પણ વધુ વૃક્ષો ધરાશાયી

By

Published : Jun 16, 2023, 3:28 PM IST

કચ્છ: બિપરજોય વાવાઝોડાની અસરના પગલે કચ્છમાં ભારે તારાજી સર્જાઈ છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગઈકાલે બિપરજોય વાવાઝોડું લેન્ડ ફોલ થતાં ભારે પવન અને અતિ ભારે વરસાદ સાથે ભુજ નલિયા માર્ગ પર અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. અબડાસા તાલુકાના મોથાળાથી ભુજ જતા રસ્તા વચ્ચે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ માર્ગ પર અંદાજીત 100થી વધુ નાના મોટા ઝાડ ધરાશાયી થયા હતા. કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 

રસ્તો ખુલ્લો કરાવવા પ્રયત્નો: જેના પગલે અહીં અમદાવાદ ફાયર વિભાગની ટીમ સહિત અન્ય ટીમો રસ્તો ખુલ્લો કરાવવા માટે પહોચી હતી. હાલ સ્થળ પર ફાયર વિભાગ, વનવિભાગ, RNBની ટીમ દ્વારા રસ્તો ખુલ્લો કરાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વુડ કટરના મારફતે જમીનદોસ્ત થયેલા વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે. અમદાવાદ ફાયર વિભાગના ફાયર ઓફિસર શશી ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં વૃક્ષો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

  1. Cyclone Biparjoy Landfall Impact: રાહત કમિશનરે કહ્યું, ટૂંક સમયમાં નુકસાનીનો સર્વે શરૂ થશે
  2. Cyclone Biparjoy Landfall Live Updates: વાવઝોડાની અસરથી થયેલા નુકસાન બાદ NDRF ટીમની ઉત્કૃષ્ટ કામગીરી

ABOUT THE AUTHOR

...view details