ગુજરાત

gujarat

cyclone-biparjoy-landfall-impact-5-people-trapped-wall-collapsed-in-jamnagar-rescue-operation-by-fire-brigade-personnel

ETV Bharat / videos

Cyclone Biparjoy landfall Impact: દીવાલ ધરાશાયી થતા 5 લોકો ફસાયા, ફાયર બ્રિગેડના જવાનો દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન - rescue operation by fire brigade personnel

By

Published : Jun 16, 2023, 5:21 PM IST

જામનગર: બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાનો શરૂ થયેલ જેના કારણે શહેરના સેતાવડ વિસ્તારમાં આવેલ એક મકાનનો ભાગ ધરાશાયી થયો હતો. ધરાશાયી થયેલ ભાગ બાજુમાં રહેતા પરિવારના દાદરા તરફ પડતા તે પરિવારનો ઘરની બહાર નીકળવાનો માર્ગ સદંતર બંદ થઇ ગયો હતો. ફસાયેલ પરિવારજનો દ્વારા કંટ્રોલરૂમમાં જાણ કરાતાં તુરંત જ જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને પરિવારના 2 પુરુષો અને 3 મહિલાઓ સહિતના સમગ્ર પરિવારનું દિલધડક રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચતા કરાયાં હતા. કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી બિપરજોય વાવાઝોડુ પસાર થઇ ગયું છે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દ્વારકામાં પણ વાવાઝોડા બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ કામગીરીમાં જામનગર ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પાંડયન, સ્ટેશન ઓફિસર જસમીન ભેંસદળીયા, ઉપેન્દ્ર સુમાર, વાળા હિતેન્દ્રસિંહ, અર્જુનસિંહ ગોહિલ સહિત ફાયર બ્રિગેડના તાલીમાર્થીઓ જોડાયા હતા અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન સલામત રીતે પાર પાડ્યું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details