ગુજરાત

gujarat

Cyclone Biparjoy : જામનગરના દરિયામાં ભારે કરંટ, જુઓ કેવી સ્થિતિ છે અહીં

ETV Bharat / videos

Cyclone Biparjoy : જામનગરના દરિયામાં ભારે કરંટ, જુઓ કેવી સ્થિતિ છે અહીં - બિપરજોય વાવાઝોડા

By

Published : Jun 14, 2023, 7:41 PM IST

જામનગર : બિપરજોય વાવાઝોડાનું સંકટ યથાવત છે ત્યારે વાવાઝોડાની અસરમાં આવતાં જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બીજી તરફ જામનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ સાથે ભારે પવનને લઇને ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. આવતીકાલે સૌરાષ્ટ્રમાં વાવાઝોડું આવે તેવી શક્યતા છે.

145 ટીમ તહેનાત: જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વાવાઝોડા બાદની નુકસાન અને તારાજી નિશ્ચિત રહેતાં હોય છે ત્યારે ઝડપી બચાવ કાર્યવાહી અને વ્યવસ્થાપન કાર્યોને લઇને જિલ્લા વહીવટી તંત્રની મદદમાં એસડીઆરએફ અને બે એનડીઆરએફ ટીમ ફાળવવામાં આવી છે. દરિયા કિનારાના 22 ગામોમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. બીજીતરફ ભારે પવનના કારણે વીજ પુરવઠાની સ્થિતિ પર માઠી અસર થવાની વકી છે ત્યારે વાવાઝોડા બાદ વીજ પોલ સહિતની કામગીરી માટે પીજીવીસીએલની 145 ટીમ જુદી જુદી જગ્યાએ તહેનાત કરી દેવામાં આવી છે.

કામધંધાઓ બંધ : બિપરજોય વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે તબાહી મચાવે તેવી શક્યતા છે. જોકે જામનગરમાં વેપારીઓ દ્વારા આજરોજથી લઇને બે દિવસ માટે તમામ કામધંધાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. નગરમાં સ્વૈચ્છિકપણે ગણ્યાગાંઠ્યા લોકો જ બહાર નીકળી રહ્યા છે. કારણ કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

વહીવટી તંત્ર દ્વારા વોચ : તો જિ્લ્લાના દરિયા કિનારાના ગામો પર સતત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. જામનગર શહેરમાં પરિસ્થિતિ પર તમામ નજર રાખવા માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. સાથે સાથે સરકારી તંત્રની વિવિધ ટીમોને જે તે જવાબદારી સોંપવામાં આવી છે. સરકારે ઝીકો કેજ્યૂલ્ટી એપ્રોચથી તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે ત્યારે કોઈપણ જાતના નુકશાન ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

પોરબંદરથી 300 km દૂર: બિપરજોય વાવાઝોડાને લઇને સતત અપડેટ આપી રહેલા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય વાવાઝોડું હજુ પોરબંદરથી 300 km દૂર છે અને તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના દરિયાઈ જિલ્લામાં ગંભીર અસર કરે તેવી પ્રબળ શકયતા છે.

  1. Cyclone Biparjoy: જામનગરમાં જર્જરીત મકાનોના 3 હજાર રહીશોને મનપા ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડાયા
  2. Cyclone Biparjoy: દ્વારકા ખાતે ગોમતી ઘાટ પર આવેલ શ્રીકૃષ્ણ મંદિરમાં ઘુસ્યા દરિયાના પાણી
  3. Cyclone Biparjoy: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ઓખાના સમુદ્રમાંથી રેસ્ક્યુ કરીને 50 લોકોને બચાવ્યા, જૂઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details