ગુજરાત

gujarat

વાવાઝોડાની સતર્કતા વેરાવળ બંદરે 4,000 કરતાં વધુ બોટોનો જમાવડો

ETV Bharat / videos

Cyclone Biparjoy: વાવાઝોડાની સતર્કતા વેરાવળ બંદરે 4,000 કરતાં વધુ બોટનો જમાવડો - live news cyclone biporjoy

By

Published : Jun 15, 2023, 10:59 AM IST

Updated : Jun 15, 2023, 6:27 PM IST

ગીર સોમનાથ:બીપોર જોઈ સાયકલોન ની અસરને પગલે હવે સતર્કતા એકમાત્ર ઉપાય જોવા મળે છે. ત્યારે વેરાવળ બંદર પર માછીમારી માટેની 4000 કરતાં વધારે બોટ પાર્ક થયેલી જોવા મળે છે. સંભવિત વાવાઝોડાના ખતરાને પગલે માછીમારીની કિમતી બોટને કોઈ નુકસાન ન થાય તે માટે સુરક્ષિત જગ્યા પર બોટના માલિકોએ તમામ બોટને પાર્ક કરીને વ્યવસ્થિત રીતે તેમને બાંધી દીધી છે. જેથી વાવાઝોડાની પરિસ્થિતિમાં પણ બોટને કોઈ મોટું નુકસાન ન થાય તેની સતર્કતા સાથેની તમામ તૈયારીઓ વેરાવળના માછીમારોએ કરી દીધી છે. જો આ વાવાઝોડું આવશે તો મોટા પ્રમાણમાં નુકશાન કરી શકે છે. તાઉતે વાવાઝોડું પણ ખુબ નુકશાની કરીને ગયું હતું જેના કારણે લોકોમાં ભય છે કે ફરી તાઉતે વાવાઝોડા જેવું આ વાવાઝોડું ના આવે. હાલ તો સોમનાથમાં વાવાઝોડાની સતર્કતા વેરાવળ બંદરે 4,000 કરતાં વધુ બોટનો જમાવડો જોવા મળી રહ્યો છે.

15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ :અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.

  1. Cyclone Biparjoy: સેટેલાઈટ ઈમેજ પરથી સમજો બિપરજોયની તીવ્રતા, આજે સાંજ સુધીમાં જખૌ બાજું ટકરાઈ શકે
  2. Cyclone Biparjoy Live Status: કુલ 95000 જેટલા લોકોનું સ્થળાંતર, જખૌ પર જોખમ વધ્યું
Last Updated : Jun 15, 2023, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details