ગામમાં મગર દેખાતા મચ્યો હોબાળો, જુઓ વીડિયો - વન વિભાગની ટીમે મગરને બચાવ્યો હતો
ઉત્તરાખંડ: હરિદ્વારના ઈબ્રાહીમપુર ગામમાં મગર દેખાવાથી ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો હતો.રૂડકીના ગંગનાહર કોતવાલી વિસ્તારના ઈબ્રાહીમપુર ગામનો એક પ્લોટ પાણીથી ભરાઈ ગયો હતો. ગ્રામજનોએ જોયું કે પાણીની અંદર એક મગર (Crocodile found in Uttarakhand) પણ છે. આ પછી વન વિભાગને (Uttarakhand Forest Department) માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી ગઈ હતી. આ પછી વનકર્મીઓએ 3 કલાકની જહેમત બાદ મગરને પકડી લીધો હતો. વન વિભાગની ટીમ તેને પોતાની સાથે લઈ ગઈ હતી. જે બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST