ગુજરાત

gujarat

હરિદ્વારનાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જોવા મળ્યો મગર

By

Published : Sep 29, 2022, 10:47 PM IST

Published : Sep 29, 2022, 10:47 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

હરિદ્વારના(ઉતરાખંડ) ઔદ્યોગિક વિસ્તાર સિદકુલમાં ત્યારે ખળભળાટ મચી ગયો, જ્યારે કેલ્વિન કેર ફેક્ટરી પાસે આવેલા નાળામાંથી એક વિશાળ મગર બહાર આવ્યો હતો.(Crocodile seen in industrial area) મગર બહાર આવવાની માહિતીને પગલે તેને જોનારાઓની ઘટના સ્થળે ભીડ ઉમટી પડી હતી. સિડકુલ પોલીસે આ અંગે તાત્કાલિક વન વિભાગ હરિદ્વારને જાણ કરી હતી. જે બાદ પહોંચેલી ટીમે કલાકોની જહેમત બાદ આખરે આ મગરને પકડી લીધો હતો. હવે તેને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવી છે. હાલમાં મગર પકડાયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.(Crocodile seen in haridwar) તે જ સમયે ઋષિકૂળ વિદ્યાપીઠમાં શિવ મંદિર પાસેના ઘરના આંગણામાં 7 ફૂટ લાંબો સાપ જોવા મળતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આંગણામાં સાપને જોઈને મકાન માલિક મનોજ ઠાકુરે તરત જ વન વિભાગ હરિદ્વારને જાણ કરી હતી. સ્થળ પર પહોંચેલી ફોરેસ્ટ ડિવિઝનની ટીમે સાપને પકડીને પોતાની સાથે લઈ ગયા હતા. સાપને હવે જંગલમાં લઈ જઈને છોડી દેવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details