ગુજરાત

gujarat

ETV Bharat / videos

મગરના મોઢામાંથી યુવકને છોડાવ્યો, લોહીલુહાણ થતાં હોસ્પિટલ ખસેડાયો - crocodile attack youth in Vadodara

By

Published : Sep 12, 2022, 2:06 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાંથી મગરને બહાર નીકળવું અને કોઈ વ્યક્તિને ઇજા પહોંચાડવી તે કોઈ નવી બાબત નથી. ગત મોડી રાત્રે શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં મગરે એક અજાણ્યા યુવાન પર હુમલો (crocodile attack youth in Vadodara) કર્યો હતો. જોકે આ બાબતે સ્થાનિક લોકોને જાણ થતાં રેસ્ક્યુ ટીમના વોલેન્ટરો પહોંચી યુવકને મગરના મુખમાંથી છોડાવ્યો હતો. આ અજાણ્યા શખ્સને પગના ભાગેથી મગરે પકડી લીધો હતો. જેને લઈને યુવક બેભાન અવસ્થામાં અને લોહીલુહાણ થઈ જતાં તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવાનની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ આટલી મોડી રાત્રે યુવાન વિશ્વામિત્રીના પટ વિસ્તારમાં કેમ ગયો તે આ એક મોટો સવાલ થઈ રહ્યો છે. crocodile mouth youth saved Vadodara, Vadodara rescue team, Vadodara Vishwamitri River Crocodiles
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details