ખંઢેરી સ્ટેડિયમમાં 17મી જૂને ભારત અને દ.આફ્રિકા વચ્ચે ક્રિકેટ મેચ, પોલીસ દ્વારા ચુંસ્ત બંદોબસ્ત ગોઠવાયો - ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ
રાજકોટના ખંઢેરી સ્ટેડીયમમાં17 જૂનના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકાની આંતરરાષ્ટ્રીય (Match between India and South Africa)મેચ યોજાશે જેને પગલે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત (Khanderi Stadium)ગોઠવાયો છે. આ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવેલી વિગત મુજબ ક્રિકેટ મેચના સુરક્ષા બંદોબસ્તમાં એક SP, 5 DYSP,10 PI, 40 PSI , ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિત 232 જવાનો, 46 ટ્રાફિક પોલીસના જવાનો, 64 મહિલા પોલીસનો સ્ટાફ અને બોમ્બ સ્કવોડની 2 ટીમ તેયાર રહેશે. આ સિવાય CCTV કેમેરા સાથે કંટ્રોલરૂમ સતત કાર્યરત રહેશે 2 ફાયર ફાયટરની ટીમો ખડેપગે રહેશે. મેડીકલ ટુકડી એમ્બ્યુલન્સ વાન સાથે 2 ટીમ હાજર રહેશે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST