Diwali 2023: નૂતન વર્ષે સી.આર.પાટીલનો સંકલ્પ, લોકસભાની તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુ લીડ મેળવી હેટ્રિક કરીશું - નવું સંસદ ભવન
Published : Nov 14, 2023, 12:37 PM IST
સુરતઃ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નૂતન વર્ષે એક સંકલ્પ કર્યો છે. તેમણે આ વર્ષે લોકસભાની તમામ 26 બેઠકો પર હેટ્રિક જીત મેળવવાનો સંકલ્પ કર્યો છે. તેટલુ જ નહીં પણ દરેક બેઠક પર 5 લાખ જેટલા મતોની લીડ અપાવીને જીતાડવાનું આહવાન ગુજરાતીઓને કર્યુ છે. તેમણે સૌ ગુજરાતી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના નિવાસસ્થાને તેમની મુલાકાત અને દિવાળીની શુભેચ્છાની આપલે કરવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા. જેમાં સુરતના આગેવાનો, નાગરિકો ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોનો સમાવેશ થાય છે. તેમના નિવાસસ્થાને એક મોટી રંગોળી તૈયાર કરવામાં આવી છે જેમાં ભાજપનું પ્રતીક કમળ અને નવા સંસદ ભવનની પ્રતિકૃતિની છાપ ઊભી કરવામાં આવી છે. આ રંગોળી તેમજ દિવાળી અને નવા વર્ષે સી. આર. પાટીલે લીધેલા સંકલ્પ પરથી સ્પષ્ટ થઈ જાય છે કે તેમણે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે.