ગુજરાત

gujarat

cr-patil-at-navsari-banaskantha-maha-sammelan-said-india-coalition-supports-terrorism

ETV Bharat / videos

I.N.D.I.A ગઠબંધન આતંકવાદનું કરે છે સમર્થન, સીઆર પાટીલ નવસારી ખાતે બોલ્યા - cr patil at navsari banaskantha maha sammelan

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 10:40 PM IST

નવસારી:નવસારીમાં અલગ અલગ સમુદાયના લોકો કે જે બનાસકાંઠાથી આવીને વસ્યા છે તેમનું મહા સંમેલન યોજાયું હતું. આ મહા સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હાજરી આપી હતી. આ સંમેલનમાં હાજરી આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા. સંમેલનમાં નવસારીના સાંસદ સીઆર પાટીલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના કદાવર નેતા ગોવાભાઇ રબારી અને તેમના નાનાભાઈ જગમાલ દેસાઈ સહિત 1000થી વધુ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ એ ભાજપનો કેસ ધારણ અને બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજનું ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. સંમેલનમાં હાજરી આપવા માટે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે મંચ પરથી ભારત અને I.N.D.I.A ગઠબંધન વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. તેમને કહ્યું કે I.N.D.I.A એ બધી પાર્ટીઓનો શંભુ મેળો છે જે આતંકવાદ એટલે કે હમાસને સમર્થન કર્યું છે. ભારત એટલે આતંકવાદનો સફાયો બોલાવે છે. ઇઝરાયલને પૂરી તાકાતથી સપોર્ટ કરે છે. ઇઝરાયલનું જે યુદ્ધ થયું તેમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓના સામે એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર સૌથી પહેલું સમર્થન કર્યું છે જે અત્યાર સુધીની સરકારમાં પહેલીવાર આટલી ઝડપી નિર્ણય આપવામાં આવ્યો છે.

  1. India Pakistan Match : જો ભારત પાકિસ્તાન મેચ થશે તો અમે પિચ ખોદી નાખીશું, આપના ધારાસભ્યે ધમકી આપી
  2. Shaktisinh Gohil in Bhavnagar : લોકસભા ચૂંટણી પહેલા ભાવનગરમાં કોંગ્રેસનું "શક્તિ" પ્રદર્શન

ABOUT THE AUTHOR

...view details